Tuesday, August 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓની પડતર માંગણીઓને લઇ કલેક્ટર કચેરી ઉગ્ર રજૂઆત

મોરબીમાં મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓની પડતર માંગણીઓને લઇ કલેક્ટર કચેરી ઉગ્ર રજૂઆત

મોરબી ડેઈલી : ભારતીય મજદૂર સંઘ સંલગ્ન PM પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ – મોરબી જિલ્લા દ્વારા અખિલ ભારતીય મજદૂર સંઘના દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત આજરોજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચાલતી મહત્વકાંક્ષી પોષણ યોજનાઓનું સફળ અમલીકરણ કરતા સંચાલકો અને રસોઈયાઓ સહિતના કર્મચારીઓમાં જિલ્લાભરની વિધવા તેમજ ત્યક્તા મહિલા કર્મીઓના પ્રશ્નો પણ લાંબા સમયથી વણઉકેલ્યા રહ્યા છે. રાજ્યના અંદાજે 96,000 કામદારો અને 40 લાખ બાળકોના હિતને ધ્યાને રાખી કર્મચારી મંડળ દ્વારા મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે:

‘શાળા પોષણ સહાયક’ નો દરજ્જો: વર્ષ 1985 ના જોબ ચાર્ટ મુજબ માત્ર 1 સમયના ભોજન માટે નિમણૂંક પામેલા આશરે 28,000 કેન્દ્ર સંચાલકો આજે ક્રમશઃ 4-4 યોજનાઓ સંભાળી રહ્યા છે. જેથી આ જગ્યા અપગ્રેડ કરી “શાળા પોષણ સહાયક” જાહેર કરી શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતન સહિતના તમામ લાભો આપવા.

માસિક ₹30,000 વેતન: મોંઘવારી અને જીવનનિર્વાહના માપદંડોને ધ્યાને રાખીને યોજનાના કર્મીઓનું લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરી માસિક ₹30,000/- વેતન ચૂકવવું.

વીમા કવચ અને સહાય: અગ્નિ સાથેની જોખમી કામગીરીને ધ્યાને રાખી જૂથ વીમા યોજના તેમજ કોઈ દુર્ઘટના બને તો પીડિત પરિવારને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી ₹4,00,000/- ની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરવી.

નિવૃત્તિ વયમાં છૂટછાટ: માનદ સેવકો હોવાથી 62 વર્ષની નિવૃત્તિ વય બાદ તબીબી પ્રમાણપત્રના આધારે સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવી.

સામાજિક સુરક્ષા અને કીટ: રસોઈયા સહિતના કર્મીઓને સામાજિક સુરક્ષાનું કવચ આપવું તેમજ દરેક શાળાના કિચન/રસોઈ શેડ માટે હાઈજેનિક સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવી.

મોરબી જિલ્લા પ્રમુખ બળવંતભાઈ સનાળીયા અને જિલ્લા મહામંત્રી ચંદ્રકાંતભાઈ વ્યાસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કર્મચારીઓએ પોતાની વેદના વ્યક્ત કરી સરકાર સમક્ષ આ માંગણીઓનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવા ભારપૂર્વક અપીલ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments