Thursday, August 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે મોરબી જિલ્લાના ૧૧ ગામોમાં યોજાશે વિશેષ...

જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે મોરબી જિલ્લાના ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ

‘DILRMP’ પ્રોજેક્ટ અન્વયે પ્રમોલગેશન બાદની ક્ષતિઓ સુધારવા અને જમીન રેકોર્ડને અધ્યતન બનાવવા તંત્ર દ્વારા હાથ ધરાઈ ખાસ ઝુંબેશ

મોરબી, ટંકારા અને હળવદ તાલુકાના ખેડૂતોને જરૂરી આધાર-પુરાવા સાથે તબક્કાવાર કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ

Digital India Land Records Modernization Programme (DILRMP) અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રમોલગેશન પૂર્ણ થયેલા ગામોમાં જમીન રેકોર્ડને વધુ ચોક્કસ, પારદર્શક અને અધ્યતન બનાવવા અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જમીનધારકો અને ખેડૂતો દ્વારા રજૂ કરાતી વાંધા અરજીઓ, સર્વે નંબરની ક્ષતિઓ તથા માપણી સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ અર્થે તબક્કાવાર ગામે-ગામે ખાસ કેમ્પ યોજાશે.

આ અભિયાન હેઠળ મોરબી, ટંકારા અને હળવદ તાલુકાના કુલ ૧૧ ગામોને આવરી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી તાલુકાના રાજપર (કું) અને ઝીંઝુડા ગામે તા. ૨૪ અને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન; ટંકારા તાલુકાના ખાખરા અને ગજડી ગામે તા. ૨૮ અને ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬, દેવળીયા અને ધ્રોળીયા ગામે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ થી ૦૧ જાન્યુઆરી, ૨૦૨૭ તથા રાજાવડ અને સખપર ગામે તા. ૦૧ અને ૦૨ માર્ચ ૨૦૨૭ દરમિયાન કેમ્પ યોજાશે. આ ઉપરાંત હળવદ તાલુકાના જુના અમરાપર અને પલાસણ ગામે તા. ૨૯ અને ૩૦ એપ્રિલ, ૨૦૨૭ તેમજ રાયધ્રા ગામે તા. ૨૮ અને ૨૯ જૂન, ૨૦૨૭ દરમિયાન ખાસ કેમ્પ હાથ ધરાશે.

કેમ્પ દરમિયાન અરજીઓ સ્વીકાર્યા બાદ સ્થળ માપણી અને હકસારીની કાર્યવાહી પૂર્ણ કરી નિયમાનુસાર સુધારા હુકમ કરવામાં આવશે. સંબંધિત ગામોના તમામ ખેડૂતોને પોતાના જમીન રેકોર્ડની ક્ષતિ નિવારણ અર્થે જરૂરી આધાર-પુરાવા સાથે નિયત સમયમર્યાદામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments