મોરબી ડેઈલી:મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મોરબી–માળિયા વિધાનસભા આઈ.ટી. સેલના પૂર્વ ઈન્ચાર્જ તથા હાલ મોરબી જિલ્લા યુવા મોરચા મીડિયા સેલના સહ–ઈન્ચાર્જ શ્રી ઓમદેવસિંહ જાડેજાના દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને દરેક કાર્યકર્તા અત્યંત વ્યથિત છે.
શ્રી ઓમદેવસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ, કાર્યઠ અને પાયાના યુવા કાર્યકર્તા હતા. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને ક્ષમતા કાયમ યાદ રહેશે. તેમની આ અણધારી વિદાયથી પાર્ટીને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.
આ દુઃખની ઘડીમાં મોરબી જિલ્લા ભાજપ પરિવાર ઊંડા શોકની લાગણી અનુભવે છે અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે કે દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં શાંતિ અર્પણ કરે તથા તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.
શ્રી જયંતીભાઈ રાજકોટિયા (પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ)
શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના(પ્રભારી મોરબી જિલ્લા ભાજપ)
શ્રી અરવિંદભાઈ વાંસદળીયા (મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ)
શ્રી તપનભાઈ દવે (મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ)
શ્રી ચતુરભાઈ મકવાણા (મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ)
શ્રી જતીનભાઈ ફુલતરીયા (પ્રમુખ, મોરબી જિલ્લા યુવા મોરચા)
શ્રી ભાવેશભાઈ કાનાણી (મીડિયા ઈન્ચાર્જ, મોરબી જિલ્લા ભાજપ)
સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવાર











