Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવાના એંધાણ

મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવાના એંધાણ

મોરબી ડેઈલી : મોરબીમાં ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટેની સૂચિત જગ્યાનું ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્થળની યોગ્યતા, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્ટેશન સ્થાપવા માટેની વિવિધ બાબતો અંગે પ્રાથમિક સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સતત પ્રયાસો અને રજૂઆતોના પરિણામે મોરબી ખાતે રેડિયો સ્ટેશનની કામગીરી આગળ ધપી રહી છે. આ સ્થળ નિરીક્ષણમાં ન્યૂ દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયોના એડિશનલ ડિરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ, અમદાવાદ-ગુજરાત ક્લસ્ટર આકાશવાણીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ તેમજ અન્ય સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી તથા જયદીપભાઈ દેત્રોજા સહિતના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહી સ્થળ નિરીક્ષણ અને પ્રોજેક્ટ અંગેની ચર્ચામાં જોડાયા હતા.

મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક સમાચાર, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા, સામાજિક જાગૃતિ અને જનહિતના કાર્યક્રમોને વધુ વ્યાપક માધ્યમ મળશે. ખાસ કરીને મોરબી અને આસપાસના વિસ્તારની સ્થાનિક પ્રતિભાઓ, કલાકારો અને વિવિધ ક્ષેત્રના લોકો માટે પણ આકાશવાણીનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. મોરબીના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments