મોરબી ડેઈલી : મોરબી-માળિયા વિધાનસભા આઈ.ટી.સેલના પૂર્વ ઈન્ચાર્જ અને હાલ મોરબી જિલ્લા યુવા મોરચા મીડિયા સેલના સહ- ઈન્ચાર્જ તરીકે સેવા આપતા અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ જાડેજાનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ જાડેજા ભાજપના એક સન્નિષ્ઠ, કર્મઠ અને પાયાના યુવા કાર્યકર્તા હતા. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને કાર્યક્ષમતાને પાર્ટી દ્વારા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમની આ અણધારી વિદાયથી પાર્ટીને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.
આ દુઃખની ઘડીમાં મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, મહામંત્રી અરવિંદભાઈ વાંસદળીયા, મહામંત્રી તપનભાઈ દવે, મહામંત્રી ચતુરભાઈ મકવાણા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જતીનભાઈ ફુલતરીયા અને જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ ભાવેશભાઈ કાનાણી તેમજ સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવારે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે કે દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ અર્પણ કરે તથા તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.











