Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાના વીસીઇનો ખેતીમાં પાક સર્વેની કામગીરીનો બહિષ્કાર

મોરબી જિલ્લાના વીસીઇનો ખેતીમાં પાક સર્વેની કામગીરીનો બહિષ્કાર

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતી પાકમાં થયેલા નુકસાની બાબતે હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતી પાકમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ એટલે કે VCE દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સર્વેની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.

આજ રોજ મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCEએ જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે, VCEનું કામ પંચાયત કચેરીમાં બેસીને કરવાનું છે. જ્યારે એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ફિલ્ડમાં જઈને કરવાની છે. તો જો VCE ફિલ્ડમાં જઈને સર્વે કરશે તો પંચાયતમાં આવતા અરજદારોની કામગીરી ખોરંભે ચડી જશે. આ ઉપરાંત VCEને કોઈ વીમા કવચ પણ આપવામાં ન આવ્યું હોવાનું જણાવ્યું છે. આ સર્વેની કામગીરી માટે સર્વે નંબર દીઠ 15 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે જે ઓછું છે. ખરેખર 50 થી 60 રૂપિયા ચુકવવા જોઈએ તેમ VCEનું કહેવું છે. આમ તમામ મોરબી જિલ્લાના VCEઓએ એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપની કામગીરીનો બહિષ્કાર કરીને કામગીરી ન કરવાનો નિર્ણય લીધો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments