Thursday, September 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ ઠક્કરને સ્પષ્ટ સર્પનો આકાર દેખાતું અલભ્ય મોરપીંછ મળ્યું

મોરબીમાં પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ ઠક્કરને સ્પષ્ટ સર્પનો આકાર દેખાતું અલભ્ય મોરપીંછ મળ્યું

મોરબી ડેઈલી:પ્રકૃતિના ખોળે અનેક અજાયબીઓ છુપાયેલી છે. મોરબીના પર્યાવરણપ્રેમી અને મયુર નેચર ક્લબના સભ્ય જીતુભાઇ ઠક્કરને તાજેતરમાં એમની અલગારી રખડપટ્ટી દરમ્યાન એક અલભ્ય અને સર્પનાં સંકેત વાળું મોરપીંછ પ્રાપ્ત થયું હતું.

આ મોરપીંછમાં જોઈ શકાય છે તેમ તેના કેન્દ્રમાં બરોબર વચ્ચે સાપની ફેણની પ્રતિકૃતિ ઉપસી આવેલી છે અને ઉપરના ભાગે સાપની જીભ જેવો આકાર સ્પષ્ટ જોવા મળે છે. પ્રથમ નજરે જોતા જ આ મોરપીંછમાં કોઈ સાપ ફેણ ચડાવીને બેઠો હોય તેવો અદભુત આભાસ થાય છે.

પ્રકૃતિનાં પોતાના પણ અનેક રંગો છે. આપણે ત્યાં જેમ બાળકો વિવિધ વેશભૂષા દ્વારા અલગ અલગ પ્રાણીઓનો વેશ રચે છે, તેમ પ્રકૃતિ પણ ક્યારેક પોતાની અસલ ઓળખને બદલે અન્યની શકલની નકલ રચતી જોવા મળે છે. આ દુર્લભ મોરપીંછ પ્રકૃતિની આ જ અદભુત લીલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments