Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મયુરપુલ ઉપર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબીના મયુરપુલ ઉપર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી શહેરના મયુરપુલ અને પાડાપુલ વચ્ચે પક્ષીઓને ચણ નાખવાની જગ્યા નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેને પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી.

મળતી માહિતી અનુસાર, શહેરમાં પાડાપુલ અને મયુરપુલ વચ્ચે પક્ષીઓને ચણ નાખવાની જગ્યા આવેલી છે. જ્યાં એક 40 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહનો કબજો મેળવી તેને પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. આ અંગેની વધુ તપાસ બી ડિવિઝન પીએસઆઇ એન.ઓ અબળા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments