Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની બે સ્થળે ભુવો પડતા માર્ગ અને મકાન વિભાગે યુધ્ધના ધોરણે બુરાણ...

મોરબીની બે સ્થળે ભુવો પડતા માર્ગ અને મકાન વિભાગે યુધ્ધના ધોરણે બુરાણ કર્યું

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ ભુવા પડવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી-રાજકોટ હાઈવે પર વાવડી ચોકડી પાસે અને કંડલા બાયપાસ પાસે રોડ પર ભુવો પડ્યો હતો. આ અંગેની જાણકારી મળતાં જ તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભુવો બુરવામાં આવ્યો છે.

આ રોડ મોરબી માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો હોય તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગે ભુવો ખોદીને તેમાં માટી નાખી રિપેર કર્યો હતો અને વાહન વ્યવહારમાં કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારે સમારકામ કર્યું હતું. આ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેષ આદ્રોજાએ જણાવ્યું હતું કે, આ રોડ નીચેથી પાલિકાની ભૂગર્ભ લાઈન નીકળે છે. તે લાઈન લીકેજ થઈ હોય અને તેના કારણે માટી ખસી ગઈ હોય તેના કારણે ભુવો પડ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments