Tuesday, September 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહેનતુ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી ખવાસ રજપૂત સમાજે શિક્ષણને આપ્યું પ્રોત્સાહન

મહેનતુ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી ખવાસ રજપૂત સમાજે શિક્ષણને આપ્યું પ્રોત્સાહન

મોરબીમાં સરસ્વતી સન્માન સમારંભ યોજાયો : વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું વિશેષ સન્માન, રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક

મોરબી ડેઈલી:ખવાસ રજપૂત સમાજ–મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12 તેમજ કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમાજના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ રાઠોડ, શ્રી હરીશભાઈ જાદવ, શ્રી હિતેશભાઈ મકવાણા તથા યુવા પ્રમુખ શ્રી મુળુભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજની વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં લજાઈ ગામના તાલુકા કારોબારી સદસ્ય શ્રી જગદીશભાઈ ગંગારામભાઈ સોલંકી, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, GTU ગોલ્ડ મેડાલિસ્ટ વિવેક ઉમેશભાઈ પરમાર , ડૉ. જુહી જીતેન્દ્રભાઈ પરમાર (BHMS) તથા ડૉ. વર્ષા વિજયભાઈ સોલંકી (BAMS)નો સમાવેશ થાય છે.

આ પ્રસંગે સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા શ્રી રાકેશભાઈ કનૈયાલાલ રાઠોડની ખવાસ રજપૂત સમાજના નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

સમારંભમાં સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ, મહેનત, શિસ્ત અને સંસ્કાર સાથે જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સમાજની શૈક્ષણિક પ્રગતિ અને પ્રતિભાઓને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments