Friday, September 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજામા આજે કાન ગોપી ઉત્સવ ઉજવાશે

મોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજામા આજે કાન ગોપી ઉત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ સામે આવેલાં નવા હાઉસિંગ વિસ્તારમાં પ્રતિ વર્ષની જેમ હાઉસિંગ બોર્ડ કા રાજામા નામના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ રાત્રે ધાર્મિક, સામાજિક સહિતના કર્યક્રમોના આયોજનો વચ્ચે આજે તા.18ને રાત્રે 9 વાગ્યાની આસપાસ આ ગણેશ મહોત્સવમાં સમગ્ર રહીશો દ્વારા રાજપટેલ કાન ગોપી ગ્રુપ – રાજકોટના કાન ગોપ ઉત્સવનું ભક્તિસભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટનું ગ્રુપ કાન ગોપીના વેશભૂષામાં સજ્જ થઈ રાસની રમઝટ બોલાવીને લોકોને કૃષ્ણની ભક્તિમાં તરબોળ કરશે. તેથી તમામ લોકોને આ ઉત્સવમાં પધારવા ભાવભર્યું નિમત્રણ પાઠવવામાં આવ્યું છે.

નવા હાઉસિંગ બોર્ડ કા રાજા ખાતે આજે કાન ગોપી ઉત્સવમાં ભક્તિ અને રાસની રમઝટ બોલાવી વાતાવરણને કૃષ્ણમય બનાવી દેશે. રાજકોટના ગ્રુપ દ્વારા પરંપરાગત નૃત્યોમાં કાનાની મધુર મોરલીના સૂર વચ્ચે ગોપીઓ રાસ રમતી હોય તેવો જીવંત માહોલ સર્જીને જાણે ભગવાન શ્રીકૃષ્ણના સમયની એ ભક્તિભરી ક્ષણો ફરી એકવાર આંખો સામે સાકાર થઈ હોય તેવી અનુભૂતિ કરાવશે. મોરલીના મધુર સૂર અને રાસની તાલબદ્ધ રમઝટ સાથે કલાકારોએ ગોપી અને કાનાની ભક્તિને સુંદર રીતે રજૂ કરશે. આ રાસના દરેક તાલ સાથે ભક્તિનો રંગ વધુ ગાઢ બનશે અને સમગ્ર વાતાવરણ કાનાની આરાધનામાં રંગાઈ જશે.. આ મનમોહક રજૂઆત નિહાળવા ઉમટી માટે મોટી સંખ્યામાં લોકોને ઉમટી પડવા આયોજકો દ્વારા અપીલ કરાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments