Sunday, September 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવા હાઉસિંગ બોર્ડના ગણેશોત્સવમાં આજે રવિવારે રાત્રે ધમાલ નૃત્યની રમઝટ જામશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડના ગણેશોત્સવમાં આજે રવિવારે રાત્રે ધમાલ નૃત્યની રમઝટ જામશે

શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આયોજિત મહોત્સવમાં દરરોજ રાત્રે યોજાય છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

મોરબી ડેઈલી: મોરબી શહેરના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દુંદાળા દેવના આગમનથી સમગ્ર વિસ્તારમાં હાલ ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો છે. અહીં સવાર-સાંજ નિયમિત આરતી સાથે ગણપતિ બાપાની આરાધના કરવામાં આવી રહી છે, જેમાં બાળકો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશો પરિવારો સાથે જોડાઈને ભક્તિભાવ વ્યક્ત કરી રહ્યા છે.

આ મહોત્સવ માત્ર ધાર્મિક પૂજા-અર્ચના પૂરતો સીમિત ન રહેતા, તેને એક સામૂહિક પર્વ બનાવવાનો પ્રયાસ કરાયો છે. દરરોજ રાત્રે પરિવાર સાથે માણી શકાય તેવા ભજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેના કારણે રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર ઉત્સવના માહોલથી ગુંજી ઉઠે છે.

આ કાર્યક્રમોની શ્રૃંખલામાં આજે રાત્રે 9:30 વાગ્યે મહોત્સવમાં એક વિશેષ આકર્ષણ ઉમેરાશે. ગુજરાતની લોકસાંસ્કૃતિક પરંપરાની આગવી ઝલક આપતું સાસણ ગીરનું પ્રખ્યાત ‘ધમાલ નૃત્ય’ લોકો સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. આજે રાત્રે નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં લોકસંગીત અને નૃત્યની ભવ્ય રમઝટ જામશે, ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા અને ગણપતિ બાપાના આશીર્વાદ લેવા વિસ્તારના રહીશોને સહપરિવાર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments