Sunday, September 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં 23 સપ્ટેમ્બરે સુપ્રસિદ્ધ ‘નકલંક નેજાધારી રામામંડળ’ તોરણીયા નું ભવ્ય આયોજન

હળવદમાં 23 સપ્ટેમ્બરે સુપ્રસિદ્ધ ‘નકલંક નેજાધારી રામામંડળ’ તોરણીયા નું ભવ્ય આયોજન

ભાદરવા બારાશે બારબીજના ધણી રામદેવપીર મહારાજનું તોરણીયા રામામંડળ યોજાશે : ભાવિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

મોરબી ડેઈલી(મયુર રાવલ હળવદ)હળવદ જીગ્નેશ ગુણવંતરાય રાવલના સ્મરણાર્થે તા. 23 સપ્ટેમ્બર, 2026 ભાદરવા સુદ બારસ ને બુધવારના રોજ નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’*નું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. કુળદેવી ખંભલાય માતાજીની અસીમ કૃપા તેમજ બાર બીજના ધણી બાબા રામદેવપીરના આશીર્વાદ સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે રાત્રે 8:30 કલાકે રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સ્થળ લુહાણા મહાજન વાડી પાસે, રેલવે સ્ટેશન રોડ, હળવદ રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, દર્શન તેમજ રામામંડળનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમ અંતર્ગત તા. 23 સપ્ટેમ્બરે બપોરે 3:45 કલાકે આગમન, બપોરે 4:00 કલાકે શ્રી રામદેવપીરના સામૈયા અને રાત્રે 9:00 કલાકે સુપ્રસિદ્ધ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા દ્વારા રામા મંડળ રમશે, રામદેવપીરના સામૈયા ખોડીયાર માતાજી મંદિર, કુંભારપરા ખાતે માહી લાઇવ ડીજેના સહયોગથી કૌશિક અલગોતર તેમજ સેજલ શોભાવત લાઈવ ડીજે રીધમ ટાઇગર શિકોતર ગ્રુપ દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

કાર્યક્રમમાં પ.પૂ. શ્રી દલસુખરામ બાપુ, મહંત શ્રી નકલંક ગુરુધામ (શક્તિનગર) દ્વારા આશીર્વાદરૂપ વચન આપવામાં આવશે. જ્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

રામામંડળના કાર્યક્રમમાં મિલન કાકડીયા, ગગુડિયો, હીતેશરા પ્રજાપતિ, જયદીપસિંહ જાડેજા તથા ગ્રુપ દ્વારા કલાકાર તરીકે સેવા આપવામાં આવશે.

આ સમગ્ર ધાર્મિક આયોજન માટે મયુર ગુણવંતરાય રાવલ દ્વારા ભાવિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકો દ્વારા સહપરિવાર ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગનો લાભ લેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments