Tuesday, September 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiBAPS મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે યુવા શક્તિ દ્વારા જાગૃતિ અભિયાન યોજાયું

BAPS મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે યુવા શક્તિ દ્વારા જાગૃતિ અભિયાન યોજાયું

મોરબી ડેઈલી : મોરબી શહેરમાં નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે યુવક-યુવતીઓ દ્વારા વિવિધ સામાજિક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત યુવાનો દ્વારા શહેરના બે મુખ્ય માર્ગો રવાપર ચોકડી અને વીસી ફાટક પાસે ‘ટ્રાફિક જાગૃતિ અભિયાન’ ચલાવી નાગરિકોને ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃત કરી વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો.

બીજી તરફ, નારી શક્તિ દ્વારા વર્તમાન સમયની ગંભીર સમસ્યાને ધ્યાને લઈ મોરબીના ઉમિયા સર્કલ અને રામ ચોક ખાતે ‘આત્મહત્યા અટકાવો અભિયાન’ યોજવામાં આવ્યું હતું. યુવતીઓએ અલગ-અલગ પોસ્ટકાર્ડ, ફ્લેક્સ અને બેનર્સના માધ્યમથી વિવિધ સંદેશાઓ તેમજ આત્મહત્યા નિવારણની પ્રતિકૃતિ રજૂ કરી નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બંને અભિયાનોને મોરબીના નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો. યુવા કાર્યકરોએ શહેરના નાગરિકોને જાગૃત કરવા પ્રેરણાત્મક પત્રકો આપ્યા હતા અને સાથે જ આગામી મહિને મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મોરબીમાં યોજાનાર BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments