સ્વ. માલાબેન કક્કડની સ્મૃતિમાં જલારામ ધામના સદાવ્રતમાં પરિવારજનો દ્વારા સેવાયજ્ઞ કરાયો
મોરબી : મોરબીના જલારામ ધામ ખાતે સદાવ્રત દ્વારા દરરોજ બપોરે અને સાંજે ભોજન સેવા કરવામાં આવે છે. ત્યારે મોરબી લોહાણા સમાજના મહિલા અગ્રણી સ્વ. માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના અવસાન બાદ તેમની આત્માની શાંતિ અર્થે પરિવારજનો દ્વારા સદાવ્રતમાં સતત 13 દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્રભાઈ કક્કડ (R.K.), અર્જુનભાઈ કક્કડ, લખનભાઈ કક્કડ સહિતના પરિવારજનો દ્વારા યોજાયેલા આ સેવાયજ્ઞ દરમિયાન સદાવ્રતમાં આવતા લોકો માટે મહાપ્રસાદની સેવા કરવામાં આવી હતી. પરિવારજનોએ સેવાકાર્ય દ્વારા સ્વ. માલાબેન કક્કડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ગીરીશભાઈ ઘેલાણી, ભુપતભાઈ રવેશિયા, નૈમિષભાઈ પંડિત, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, કલ્પેશભાઈ રવેશિયા, કિશોરભાઈ ચંડીભમર, હિમાંશુભાઈ રવેશિયા, નિર્મિતભાઈ કક્કડ, વિવેકભાઈ પટેલ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કિશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હિતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વ. માલાબેન કક્કડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.












