મોરબી: ગુજરાત રાજ્યના નિવૃત્ત ન્યાયાધીશ તથા ગુજરાત સરકાર દ્વારા Director of Prosecution (DOP) તરીકે નિયુક્ત અંબાલાલ આર. પટેલે તેમના ધર્મપત્ની સાથે મોરબી સ્થિત બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોરબીના DGP શ્રી વિજયભાઈ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
બ્લુઝોન ફેક્ટરી ખાતે અંબાલાલ આર. પટેલનું ઉષ્માભેર સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે મોરબીના સિરામિક ઉદ્યોગ, ઉત્પાદન પ્રક્રિયા તેમજ સિરામિક ઉદ્યોગની વિવિધ કામગીરી અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. અંબાલાલ આર. પટેલે સિરામિક ઉદ્યોગની કામગીરી અને ઉત્પાદન પ્રક્રિયા અંગે જાણકારી મેળવી ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરી હતી. તેમની સરળતા, નિષ્ઠા અને લાંબા ન્યાયિક અનુભવ સાથેની આ મુલાકાત બ્લુઝોન ગ્રુપ માટે ગૌરવ અને પ્રેરણાનો અવસર બની રહી હતી. આ પ્રસંગે બ્લુઝોન ગ્રુપના ચેરમેન તથા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.














