મોરબી ડેઈલી : મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન અને વોર્ડ નં. 6 ના યુવા કોર્પોરેટર કેયુરભાઈ એન. પંડ્યા દ્વારા ગત 4 ઓક્ટોબરના રોજ શનાળા મેઈન રોડ પર આવેલી સિદ્ધિવિનાયક વાડી ખાતે ‘સરસ્વતી સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડના કેજીથી લઈને ધોરણ 12 સુધીના 400 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, ડો. દિલીપભાઈ ભટ્ટ, ભુપતભાઈ જારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, જયવંતસિંહ જાડેજા, અજયભાઈ કોટક, વિવેકભાઈ ગોલતર, ક્રિષ્નાબેન પરમાર, વિક્રમભાઈ વાંક, એન. એન. ભટ્ટ, અમૂલભાઈ જોષી, નિમેષભાઈ અંતાણી, મુકેશભાઈ પંચોલી અને પી. પી. જોષી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
ઉપસ્થિત આગેવાનોએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી, જીવનમાં સતત મહેનત, શિસ્ત અને શિક્ષણ થકી આગળ વધવા પ્રેરણા આપી હતી. અંતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્નેહભર્યા વાતાવરણમાં સાથે મળીને અલ્પાહાર ગ્રહણ કર્યો હતો.













