Monday, October 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ ખર્ચમાં કાપ મૂકી દીકરીઓને આપશે સહાય

મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ ખર્ચમાં કાપ મૂકી દીકરીઓને આપશે સહાય

નવરાત્રીના ખર્ચમાં કાપ મૂકી પાટીદાર સમાજની જરૂરિયાતમંદ બહેન-દીકરીઓને અપાશે આર્થિક સહાય: ફોર્મ ભરીને નામ નોંધાવવા અપીલ

મોરબી ડેઈલી : મોરબીમાં આ વર્ષે ઉમિયા નવરાત્રી મહોત્સવ 2026 નિમિત્તે એક અનોખો અને પ્રેરણાદાયક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. નવરાત્રી મહોત્સવમાં બિનજરૂરી ખર્ચ કરવાને બદલે, સેવાના કાર્યને પ્રાધાન્ય આપીને પાટીદાર સમાજની જરૂરિયાતમંદ બહેન-દીકરીઓને આર્થિક સહાય કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. “ભવ્યતા કરતાં સેવા મહાન, ઉત્સવ કરતાં માનવતા મહાન” ના સૂત્ર સાથે આ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ઉમિયા નવરાત્રીના આયોજકો દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એક નવા વિચાર સાથે આઠમના પાવન દિવસે માતાજીની આરતી કરવામાં આવશે. આ આર્થિક સહાય માત્ર પાટીદાર સમાજની જરૂરિયાતમંદ બહેન-દીકરીઓ પૂરતી જ મર્યાદિત રહેશે. સહાય માટે અમુક ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને જેમના માતા-પિતા હયાત ન હોય, અથવા પિતા હયાત ન હોય તેમજ પરિવારની કોઈ આર્થિક આવકનો આધાર ન હોય, તેવી બહેન-દીકરીઓને સહાય આપવામાં વિશેષ પ્રાથમિકતા અપાશે.

આ ઉપરાંત, સમાજના આગેવાનો, દીકરીના પરિવારના મોભી અને સમિતિના સભ્યોના અભિપ્રાયને ધ્યાનમાં લઈ, તમામ બાબતોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સહાય માટેનો અંતિમ નિર્ણય લેવાશે. ખરેખર જરૂરિયાતમંદ દીકરીને જ આ સહાયનો લાભ મળે તે માટે એક ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મમાં દીકરીની અને તેના માતા, પિતા તેમજ દાદાની હયાતીની વિગતો, મૂળ ગામ, અભ્યાસ અને શાળા/કોલેજની વિગત, હાલનું સરનામું તેમજ પરિવાર કે સમાજના 2 મોભીઓના નામ અને મોબાઈલ નંબરની વિગતો ભરીને મોકલવાની રહેશે.

પાટીદાર સમાજના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેમના ધ્યાનમાં આવી કોઈ જરૂરિયાતમંદ બહેન-દીકરી હોય તો તેમનું નામ અવશ્ય નોંધાવે, જેથી યોગ્ય વિચારણા બાદ તેમને આર્થિક મદદ મળી શકે. નામ નોંધાવવા માટે કિશનભાઈ ગામી (99798 79896), કેતનભાઈ વિલપરા (99789 20222) અને અનિલભાઈ વરમોરા (97144 88888) નો સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments