Monday, October 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગ બદલ ૩,૯૫૭ વાહનચાલકો સામે પગલાં લેતું આરટીઓ

મોરબીમાં જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગ બદલ ૩,૯૫૭ વાહનચાલકો સામે પગલાં લેતું આરટીઓ

જિલ્લા માર્ગ સલામત માટે ૯ જોખમી બ્લેક સ્પોટ ઓળખી કાઢી અકસ્માત ઘટાડવા પ્રયાસ, ૨૦ શાળાઓમાં જાગૃતિ અભિયાન

મોરબી: સિરામિક નગરી મોરબી જિલ્લામાં વધી રહેલા માર્ગ અકસ્માતો પર બ્રેક લગાવવા આરટીઓ કચેરી દ્વારા સઘન ચેકીંગ કરી છેલ્લા ત્રણ મહિનામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ૩૯૫૭ વાહનચાલકો સામે આરટીઓ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.સાથે જ અકસ્માતો ઘટે તે માટે નવા ૯ બ્લેક સ્પોટ શોધી કાઢી અકસ્માતો ઘટે તે માટે પગલાં લેવામાં આવ્યા છે.

મોરબી આરટીઓ વિભાગ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસમાં હાથ ધરવામાં આવેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન સૌથી વધુ ૧,૫૨૦ કેસ લાયસન્સ વિના વાહન ચલાવનારાઓ સામે કરવામાં આવ્યા હતા. જ્યારે માન્ય વીમા વિના વાહન હંકારવાના ૧,૦૫૦ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય ટ્રાફિક ભંગના કિસ્સાઓમાં ઓવરલોડ વાહનોના ૪૮૭ કેસ, રૉંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરવાના ૪૧૯ કેસ, ઓવર ડાયમેન્શન વાહનોના ૩૬૩ કેસ અને હેલ્મેટ વિના મુસાફરી કરવાના ૧૧૮ કેસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરટીઓ કચેરી દ્વારા દંડનીય કાર્યવાહીની સાથોસાથ અકસ્માતો નિવારવા માટે તંત્ર દ્વારા ઈજનેરી અને જાગૃતિના પગલાં પણ લેવાયા છે. જિલ્લાના માર્ગો પર વારંવાર અકસ્માતો થતા હોય તેવા ૯ જેટલા ‘બ્લેક સ્પોટ’ શોધી કાઢવામાં આવ્યા છે જેમાં લાલપર, રફાળેશ્વર, મકનસર, હરિપર, ચંદ્રપુર, ધનાળા, કવાડિયા, ઢવાણા અને ચરાડવાની ઓળખ કરવામાં આવી છે. આ સ્થળોએ રોડ સેફ્ટી સાઇનેજ, સ્પીડ કન્ટ્રોલ, રોડ માર્કિંગ, રિફ્લેક્ટિવ ડેલિનેટર અને સ્ટ્રીટ લાઈટિંગ સહિતના ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ અમલમાં મુકાયા છે. સાથે જ ભવિષ્યના નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે હેતુથી આરટીઓ, પોલીસ અને ૧૦૮ની ટીમ દ્વારા જિલ્લાની ૨૦ જેટલી શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓને માર્ગ સલામતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું

૨૨૦ કેસમાં અકસ્માત પીડિતોને પીએમ રાહતનો લાભ અપાયો

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પીએમ રાહત યોજના માર્ગ અકસ્માતનો ભોગ બનતા લોકો માટે સંજીવની સમાન સાબિત થઈ રહી છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ યોજના અંતર્ગત પીડિતને ૭ દિવસ સુધી રૂ. ૧.૫૦ લાખ સુધીની વિનામૂલ્યે સારવારનો લાભ આપવામાં આવે છે.જે અન્વયે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨૦ જેટલા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં પીડિતોને પીએમ રાહત યોજનાનો લાભ અપાયો છે. જેના થકી અનેક મહામૂલી માનવજિંદગી બચાવવામાં તંત્રને સફળતા મળી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments