Monday, October 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાતાના મઢ જતા પદયાત્રીઓ માટે રવાપર નદી ગામે 25માં વર્ષે સેવા કેમ્પનું...

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે રવાપર નદી ગામે 25માં વર્ષે સેવા કેમ્પનું આયોજન

મોરબી: નવરાત્રિ દરમિયાન માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા જતા ભાવિક ભક્તોની સેવા માટે રવાપર નદી ગામ સમસ્ત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ‘માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સેવા કેમ્પનું 25મું વર્ષ હોવાથી ભાવિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

તા. 27 સપ્ટેમ્બરથી તા. 8 ઓક્ટોબર, 2026 સુધી યોજાનારા આ સેવા કેમ્પમાં માતાના મઢ જતા તમામ પદયાત્રીઓ તથા ભાવિક ભક્તો માટે વિવિધ સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવાની વ્યવસ્થા, ભોજન પ્રસાદ, ચા-પાણી, લીંબુ શરબત, નાસ્તો તેમજ મેડિકલ સારવાર સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. લાંબી પદયાત્રા દરમિયાન થાકેલા ભક્તોને આરામ મળી રહે તેમજ જરૂરિયાત મુજબ તબીબી સારવાર મળી રહે તે માટે કેમ્પમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. રવાપર નદી ગામ સમસ્ત દ્વારા માતાના મઢ દર્શનાર્થે જતા તમામ ભાવિક ભક્તોને સેવા કેમ્પની નિઃશુલ્ક સેવાઓનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.9909173973 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments