Thursday, October 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજમાં સેવા કેમ્પ શરૂ:સાંસદ વિનોદભાઈ ચાવડા

માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજમાં સેવા કેમ્પ શરૂ:સાંસદ વિનોદભાઈ ચાવડા

પદયાત્રીઓનો વધતો પ્રવાહ જોતા મિરઝાપર પાસે 6 ઓક્ટોબરથી ‘માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ’નો પ્રારંભ

ભુજ : માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ મિરઝાપર પાસે યોજાનાર ‘માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ-2026’નો પ્રારંભ નિર્ધારિત તારીખના એક દિવસ અગાઉ કરવામાં આવ્યો છે. 7 ઓક્ટોબરથી શરૂ થનારો કેમ્પ 6 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો.

સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ સેવા કેમ્પમાં માતાના મઢ તરફ જતા પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છની કુળદેવી માં આશાપુરાના દર્શનાર્થે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા, સાઇકલ તેમજ વિવિધ વાહનો મારફતે માતાના મઢ પહોંચે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે કચ્છમાં અનેક સેવા કેમ્પો કાર્યરત થાય છે.

કેમ્પમાં પદયાત્રીઓ માટે ઠંડું પાણી, ઠંડાં પીણાં, નાસ્તો, બાફેલા કઠોળ, એનર્જી ડ્રિંક, મેડિકલ સેવા, આરામની વ્યવસ્થા અને મોબાઇલ ચાર્જિંગની સુવિધા રાખવામાં આવી છે. અકસ્માતનું જોખમ ઘટાડવાના હેતુથી પદયાત્રીઓના સામાન પર રેડિયમ પટ્ટી લગાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કેમ્પમાં પ્લાસ્ટિકમુક્ત ભારતનો સંદેશ આપતી પ્રવૃત્તિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસની ઝલક અને પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. વધતા પદયાત્રી પ્રવાહને પગલે સેવા કેમ્પનો લાભ વધુમાં વધુ યાત્રાળુઓ લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments