મોરબી ડેઈલી: મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મોરચાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. 7 ઓક્ટોબર 2026 ના રોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના સાથે પરામર્શ કરીને યુવા મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ મોરચા અને અનુસૂચિત જાતિ મોરચામાં કુલ 7 હોદ્દેદારોની વરણી કરી છે. આ તમામ હોદ્દેદારોની જવાબદારી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.
નવા નિમાયેલા હોદ્દેદારો
- દક્ષ નિકુંજભાઈ કોટક – મંત્રી, યુવા મોરચો
- હરેશભાઈ મનસુખભાઈ મદ્રેસાણીયા – મંત્રી, યુવા મોરચો
- વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણ – ઉપપ્રમુખ, કિસાન મોરચો
- રમેશભાઈ સવજીભાઈ રાઠોડ – ઉપપ્રમુખ, કિસાન મોરચો
- મેરાભાઈ કાળાભાઈ ધરજીયા – ઉપપ્રમુખ, બક્ષીપંચ મોરચો
- દિનેશભાઈ જેઠાભાઈ પરમાર – ઉપપ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચો
- નરશીભાઈ ગોકળભાઈ વોરા – મંત્રી, અનુસૂચિત જાતિ મોરચો











