મોરબી ડેઈલી: સર્વે સમાજના લોકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને મોરબી ખાતે એઈમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટના ઉપક્રમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં એઈમ્સના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે અને જરૂરિયાતમંદોને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવશે.
કેમ્પમાં ઉપલબ્ધ વિવિધ વિભાગોની સેવાઓ:
આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, નેફ્રોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસા, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, કાન-નાક-ગળા, આંખ, જનરલ મેડિસિન, હાડકા, દાંત, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને ડાયેટીશીયન સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબો દર્દીઓનું નિદાન કરશે.
કેમ્પની વિગતો :
- સ્થળ: મયુર હોસ્પિટલ, એલ.ઈ. કોલેજની બાજુમાં, મોરબી-2
- તારીખ: 10-10-2026, શનિવાર
- સમય: સવારે 8-00 વાગ્યાથી શરૂ
નાગરિકોને આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.











