મોરબી ડેઈલી : ટંકારા તાલુકાના વિરપર ગામે સમસ્ત ગામ તથા ગૌ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી નવરાત્રિના 5મા નોરતે યોજાનાર ભવ્ય નાટ્ય કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે
નિરાધાર ગૌ-માતાના લાભાર્થે તારીખ 15 ઓક્ટોબર 2026, ગુરૂવારના રોજ વિરપર ગામે ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આયોજક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનિવાર્ય સંજોગો અને કારણોસર આ નાટ્ય કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગૌશાળાના લાભાર્થે આયોજિત આ કાર્યક્રમ મોકૂફ રહેતા આસપાસના ગ્રામજનો તથા ધર્મપ્રેમી ગૌભક્તોને તેની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમની આગામી નવી તારીખ અને આયોજન અંગે નિર્ણય થયા બાદ મંડળ દ્વારા પુનઃ જાણ કરવામાં આવશે.










