મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે નવરાત્રીના આઠમના પાવન અવસરે આજે, તા. 18 ઓક્ટોબર, રવિવારના રોજ સાંજે 7 વાગ્યે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા માતાજીને અદભૂત ફૂલોનો શણગાર કરવામાં આવશે. સાથે જ લાઇવ ઓર્કેસ્ટ્રાના સૂર સાથે ભક્તિમય માહોલમાં મહાઆરતી યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી મહાદેવ અને માતાજીનાં દર્શન તથા આરતીનો લાભ લે તેવી અપેક્ષા છે. ત્રિવેદી એસોસિએટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંદિરના મહંત પ્રવીણગિરિ બાપુ દ્વારા ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










