Friday, October 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત શિક્ષિકા તરફથી પુસ્તકાલય અને સઁદર્ભ સાહિત્ય માટે...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત શિક્ષિકા તરફથી પુસ્તકાલય અને સઁદર્ભ સાહિત્ય માટે ધનરાશી અર્પણ

મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયના પુસ્તકો માટે દાન અર્પણ

મોરબી ડેઈલી:મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન,વાનગી સ્પર્ધા, શાળા સલામતી સપ્તાહ, ધાર્મિક,રાષ્ટ્રીય,સામાજિક તહેવારોની ઉજવણી શાળાની વિશિષ્ટ કામગીરી જોઈને લોકો બાળાઓ માટે જરૂરી સાહિત્ય સામગ્રી અર્પણ કરવા માટે દાન અર્પણ કરતાં હોય છે એ અન્વયે ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબેન પટેલ પ્રવેશોત્સવ નિમિત્તે સ્કૂલબેગ તેમજ નોટબુક સ્ટેશનરી વગેરેનું દાન આપે છે,નિતાબેને વધુ એક વખત શાળાની બાળાઓ માટે ધો.5 ની વિદ્યાર્થીનીઓ માટે લેવાતી કોમન એન્ટર ટેસ્ટ અને ધો.8 ની વિદ્યાર્થીઓની માટે NMMS ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટેની બંને ધોરણની 80 એંસી જેટલી દરેક બાળાઓને રૂપિયા 270/- ની કિંમતનું એક પુસ્તક અર્પણ કરેલ છે તેમજ પુસ્તકાલય માટે પુસ્તકો ખરીદવા પોતાના પરસેવાની કમાણીમાંથી કુલ મળી એક લાખ રૂપિયાની ધનરાશી અર્પણ કરેલ છે,અત્રે ઉલ્લેખનીય છે કે નિતાબેન પટેલ છેલ્લા ચાર વર્ષથી નિવૃત થયા હોવા છતાં નિયમિત પોતાની ફરજ બજાવે છે અને વિદ્યાર્થીઓ માટે અવારનવાર જરૂરી શૈક્ષણિક વસ્તુઓ અર્પણ કરતા રહે છે,62 વર્ષની જૈફવયે પણ ખુબજ ઉત્સાહથી સમાજોપયોગી કાર્ય કરતા હોય સમગ્ર શાળા પરિવારે નિતાબેનનો આભાર પ્રકટ કરેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments