Friday, October 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા 700 બાળાઓને લહાણી વિતરણ

સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા 700 બાળાઓને લહાણી વિતરણ

મોરબી: દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે સીમાવર્તી સરહદી વિસ્તારોમાં શક્તિ પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નવરાત્રિમાં ભાગ લેનારી આશરે 700 જેટલી બાળાઓને લહાણી વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

સીમા જાગરણ મંચ દ્વારા સરહદી વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને શક્તિ ઉપાસનાના મહત્વને ઉજાગર કરવા માટે નવરાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજન સાથે બાળાઓને લહાણી આપી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. આ લહાણી વિતરણ કાર્યક્રમ મોરબી જિલ્લાના કુલ નવ ગામોમાં યોજાયો હતો. જેમાં ઝીંઝુડા, બેલા, ઉટબેટ સામપર, બોડકી, માળિયા, દેવગઢ, વર્ષામેડી, બગસરા અને હરિપર ગામનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments