Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભીમકટા એસટી રૂટો બંધ થતાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા

મોરબીના ભીમકટા એસટી રૂટો બંધ થતાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા

એસટી બંધ રૂટો શરૂ ન થાય તો કોંગ્રેસની આંદોલન કરવાની ચીમકી

મોરબી: મોરબીથી ભીમકટા-સુરેન્દ્રનગરની એસટી બસને ઓચિંતા જ એસટી તંત્રએ મનસ્વી નિર્ણય લઈને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને રોજ અપડાઉન કરતા લોકો રઝળી પડ્યા હતા. આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ મોરબી એસટી ડેપો મેનેજરને રજુઆત કરી હતી કે, મોરબી એસટી ડેપોમાંથી ઘણા સમયથી સવારના છ વાગ્યેથી ભીમકટા-સુરેન્દ્રનગરની એસટી બસ ચાલુ હતું. આ રૂટ ભીમકટામાં રાત્રી રોકાણ કરવામાં આવતું હતું. આ રૂટ ભીમકટા, ખારચિયા, આમરણ, હજનાળી,કુંતાસી, મોડપર, જેવા ઘણા બધા ગામના વિધાર્થીઓ સહિતના લોકો અપડાઉન કરતા હતા. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ રૂટ બંધ કરવામાં આવતા વિધાર્થીઓ સહિત અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આથી આ વિધાર્થીઓ સહિતના અનેક લોકોની હાલાકી દૂર કરવા ભીમકટાનો રૂટ ફરી ચાલુ કરવામાં નહિ આવે તો તેઓએ મોરબી એસટી ડેપો ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments