Saturday, November 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિશિષ્ટ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી 16 નવેમ્બરે જલારામ જયંતીની ઉજવાશે

મોરબીમાં વિશિષ્ટ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી 16 નવેમ્બરે જલારામ જયંતીની ઉજવાશે

227મી જન્મજયંતીએ પ્રભાતધૂન, અન્નકૂટ દર્શન, કેક કટિંગ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન

મોરબી ડેઈલી : સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતીને આવકારવા દેશ-વિદેશના ભક્તજનોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે માનવસેવાનું ઉત્તમ કાર્ય કરતા જલારામ ધામ દ્વારા આગામી તા. 16 નવેમ્બર, 2026ના સોમવાર (કારતક સુદ સાતમ)ના રોજ જલારામ બાપાની જન્મજયંતીની પંચવિધ કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

જલારામબાપાની જન્મજયંતીના પાવન અવસરે જલારામ ધામ ખાતે સવારે 6 કલાકે પ્રભાતધૂન સાથે ઉજવણીનો પ્રારંભ થશે. ત્યારબાદ સવારે 10 કલાકે અન્નકૂટ દર્શન, બપોરે 11:30 કલાકે વિશેષ અતિથિઓના હસ્તે કેક કટિંગ, બપોરે 12 કલાકે મહાઆરતી અને બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ ધામ દ્વારા જલારામ જયંતીના પર્વને સમાજના વિશિષ્ટ વર્ગના લોકોના સન્માન અને આનંદ સાથે જોડવાની અનોખી પરંપરા છેલ્લા 15 વર્ષથી જાળવવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા દર વર્ષે સમાજની વિશેષ વ્યક્તિઓને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરી તેમના હસ્તે કેક કટિંગ કરાવવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત અત્યાર સુધી મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, પ્રજ્ઞાચક્ષુઓ, ભિક્ષુકો, શહીદ પરિવારો, વૃદ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કિન્નરો, મહિલા ટ્રાફિક બ્રિગેડ, શારીરિક વિકલાંગતા હોવા છતાં આત્મનિર્ભર બનેલી મહિલાઓ, ફાયર બ્રિગેડના જવાનો, હોટલોમાં કામ કરતી પરપ્રાંતીય વેઈટ્રેસ, પીજીવીસીએલના વાયરમેન, એસ.ટી. વિભાગની મહિલા કંડક્ટર તેમજ ગત વર્ષે મહિલા નર્સિંગ સ્ટાફને આ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આ સેવાભાવી પરંપરાને આગળ ધપાવી સમાજના વિશેષ વ્યક્તિઓને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવશે અને તેમના હસ્તે કેક કટિંગ કરીને જલારામ જયંતીની ઉજવણી થશે. જોકે, આ વર્ષના આમંત્રિત વિશેષ મહેમાનોના નામને સંસ્થા દ્વારા સરપ્રાઈઝ રાખવામાં આવ્યા છે, જેની જાહેરાત જલારામ જયંતીના દિવસે જ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments