Saturday, November 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં 22મીએ ઉમા ટાઉનશીપ ખાતે ભાજપનું સ્નેહમિલન

મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં 22મીએ ઉમા ટાઉનશીપ ખાતે ભાજપનું સ્નેહમિલન

નૂતન વર્ષના અભિવાદન સાથે મોરબી-માળિયા વિધાનસભા ભાજપ પરિવારના કાર્યકરો અને આગેવાનો એક મંચ પર મળશે, સમૂહ ભોજનનું પણ આયોજન

મોરબી ડેઇલી : દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે સંગઠનના કાર્યકરો અને આગેવાનો વચ્ચે આત્મીયતાનો સેતુ મજબૂત બને તેવા આશયથી મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપ પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે આગામી 22 નવેમ્બર, રવિવારના રોજ સાંજે 4થી 7 વાગ્યા દરમિયાન યોજાનારા આ સ્નેહમિલનમાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે. સંવત 2083ના પ્રારંભ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પક્ષના કાર્યકરો, આગેવાનો અને પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને યોજાનારા આ મિલનમાં સંગઠનના વડીલોનું માર્ગદર્શન અને કાર્યકરો વચ્ચે શુભેચ્છાઓની આપ-લે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે સમૂહ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments