Saturday, November 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપંચાસર ગામે શક્તિ માતાજીના જન્મોત્સવ નિમિત્તે 951 દીવડાની મહાઆરતી અને હરખના માંડવાનું...

પંચાસર ગામે શક્તિ માતાજીના જન્મોત્સવ નિમિત્તે 951 દીવડાની મહાઆરતી અને હરખના માંડવાનું આયોજન

મોરબી ડેઈલી : મોરબી તાલુકાના પંચાસર ગામે શ્રી શક્તિ માતાજીના 951મા જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ઝાલા પરિવાર અને રાજ શક્તિ ગ્રુપ (પંચાસર) દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 20/11/2026 ને શુક્રવારના રોજ શ્રી શક્તિ માતાજીના મંદિરે માતાજીની વિશેષ આરાધના કરવામાં આવશે.

કાર્યક્રમની રૂપરેખા મુજબ, શુક્રવારે સાંજે 07:00 કલાકે શ્રી શક્તિ માતાજીની 951 દીવડાની દિવ્ય મહાઆરતી યોજાશે.ત્યારબાદ રાત્રે 10:00 કલાકથી માતાજીના ‘હરખના માંડવા’ ની શરૂઆત થશે. આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા કલાકારો જે.કે. ટીંબા અને વિપુલભાઈ ખટાણા પોતાના સુમધુર અવાજમાં ભજનોની પ્રસ્તુતિ કરશે, જ્યારે દેવભાઈ રાવળ (મોરબી) ડાકની રમઝટ બોલાવીને ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કરશે.

માતાજીના આ પાવન જન્મોત્સવ નિમિત્તે યોજાનાર 951 દીવડાની મહાઆરતી અને ડાકની રમઝટનો લહાવો લેવા માટે સમસ્ત ઝાલા પરિવાર અને રાજ શક્તિ ગ્રુપ દ્વારા મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને પંચાસર મુકામે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments