Saturday, November 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન, કથાનું રસપાન પ્રસિદ્ધ કથાકાર રણછોડ...

હળવદમાં ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન, કથાનું રસપાન પ્રસિદ્ધ કથાકાર રણછોડ દાદા કરાવશે

અનડકટ પરિવાર,ભવાની ગ્રુપ દ્વારા 18થી 24 નવેમ્બર સુધી સાત દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાશે,

પોથીયાત્રા, કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ, ગોવર્ધન પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

હળવદમાં ધાર્મિક માહોલ વચ્ચે ભવાની ગ્રુપ અનડકટ પરિવારના યજમાનપદે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 18 નવેમ્બરથી 24 નવેમ્બર, 2026 દરમિયાન સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ મોરબી-માળિયા ચોકડી, હળવદ ખાતે સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથામાં જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય આચાર્યશ્રી રણછોડદાસજી (બ્રહ્મવેલ, ડીસા) પોતાની અમૃતવાણી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું રસપાન કરાવશે. કથા દરમિયાન ભક્તોને સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું શ્રવણ કરાવશે,

સાત દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે,આ ભાગવત સપ્તાહ અંતર્ગત તા. 18 નવેમ્બરના રોજ સવારે 8:30 કલાકે ભવ્ય પોથીયાત્રા તથા મંગલ શોભાયાત્રા યોજાશે. ત્યારબાદ દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 19 નવેમ્બર, ગુરુવાર: શ્રી શુકદેવજી પ્રાગટ્ય કથા – સાંજે 5:30 કલાકે.
  • 20 નવેમ્બર, શુક્રવાર: શ્રી કપિલ જન્મ કથા – સાંજે 5:30 કલાકે.
  • 21 નવેમ્બર, શનિવાર: શ્રીકૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ – સાંજે 5:00 કલાકે.
  • 22 નવેમ્બર, રવિવાર: શ્રી ગોવર્ધન પૂજા – સાંજે 5:30 કલાકે.
  • 23 નવેમ્બર, સોમવાર: શ્રી રુક્મિણી વિવાહ મહોત્સવ – સાંજે 5:00 કલાકે.
    •24 નવેમ્બર, મંગળવાર: શ્રી સુદામા ચરિત્ર – સવારે 11:00 કલાકે.
    સમાપન દિવસે સવારે 8:00થી 10:30 કલાકે શ્રી વિષ્ણુસહસ્ત્રનામ હોમ, બપોરે 12:30 કલાકે પૂર્ણાહુતિ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
    કથાનું રસપાન સવારે અને બપોરે કરાવામાં આવશે.
    કથાનો સમય દરરોજ સવારે 8:00થી બપોરે 12:00 કલાક સુધી તથા બપોરે 3:00થી સાંજે 6:00 કલાક સુધી રાખવામાં આવ્યો છે. સમગ્ર ધાર્મિક આયોજનનું લાઇવ પ્રસારણ રણછોડદાદા ઓફિશિયલ, સરજક ટીવી તથા માધવાચાર્ય ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને ફેસબુક માધ્યમથી પણ કરવામાં આવશે.

ભવાની ગ્રુપ અનડકટ પરિવાર દ્વારા ધમૅ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પાવન અવસરે અનડકટ પરિવાર દ્વારા સમસ્ત ધર્મપ્રેમી જનતા, સ્નેહીજનો, સગાં-સંબંધીઓ તથા વૈષ્ણવજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પરિવારના વડીલોની પુણ્યસ્મૃતિને અર્પણ કરવામાં આવેલા આ ધાર્મિક જ્ઞાનયજ્ઞમાં સૌ ભક્તજનો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સ્થળ: શ્રી સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ, મોરબી-માળિયા ચોકડી, હળવદ, જિ. મોરબી.

યજમાન પરિવાર: અનડકટ મોનજીભાઈ મકનજીભાઈ, અનડકટ લાલજીભાઈ મકનજીભાઈ,અનડકટ કિશોરભાઈ (બકાભાઈ) અમૃતલાલ પરિવાર.ભવાની ગ્રુપ.હળવદ

આવો, શ્રીમદ્ ભાગવત કથાના અમૃતમય શ્રવણનો લાભ લઈ ધર્મલાભ મેળવીએ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments