NCC અને NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે નવયુગ કોલેજ ઓડિટોરિયમ ખાતે સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી સેવાયજ્ઞ: મોટી સંખ્યામાં રક્તદાન કરવા જાહેર આહવાન
મોરબી ડેઈલી : માનવતા અને સેવાના ઉમદા હેતુ સાથે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ – મોરબીના NCC અને NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 30 નવેમ્બર, 2026 ને સોમવારના રોજ ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહારક્તદાન કેમ્પ સવારે 9:00 થી બપોરે 4:00 વાગ્યા સુધી નવયુગ કોલેજ ઓડિટોરિયમ, મોરબી ખાતે યોજાશે. કેમ્પમાં રક્તદાન પહેલાં નિષ્ણાત તબીબી ટીમ દ્વારા જરૂરી આરોગ્ય તપાસ કરી તબીબી માર્ગદર્શન મુજબ રક્તદાન કરાવવામાં આવશે.
માનવજીવન બચાવવાના આ મહાસેવાયજ્ઞમાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ, વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તમામ સેવાભાવી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વૈચ્છિક રક્તદાન કરવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 88662 21290 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









