Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરોટરી ક્લબના ગવર્નર અને આસી. ગવર્નરે મોરબી રોટરી ક્લબની લીધી મુલાકાત 

રોટરી ક્લબના ગવર્નર અને આસી. ગવર્નરે મોરબી રોટરી ક્લબની લીધી મુલાકાત 

મોરબી : તારીખ 12-9-2024ના રોજ રોટરી ઇન્ટ. ક્લબ 3060 રોટરી ક્લબના ગવર્નર તુષારભાઈ શાહ તેમના પત્ની નેહલબેન શાહ, તેમજ રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર રાસમીનભાઈ મહેતા મોરબી રોટરી ક્લબની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા.

આ દરમ્યાન તેમના દ્વારા સ્લમ એરિયામાં નોટબુકનું વિતરણ તથા નવા બસસ્ટેન્ડ ખાતે ડસ્ટબીનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નવા બસસ્ટેન્ડ પર ફુટપાથ પર બેસે છે તેમનામાં રોટરીનો છાંયડો અંતર્ગત છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ક્લબમાં સાંજે મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બોલાવી નેશન બિલ્ડર્સ અંતર્ગત 10 શિક્ષકોને સર્ટીફીકેટ આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબના કિશોરસિંહ, રવીન આશર, સોનલ શાહ, હરીશભાઈ શેઠ અને રષેશ મહેતાએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments