Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં હળવદમાં પ્રથમ વખત સિઝન ક્રિકેટ સિલેકશન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં હળવદમાં પ્રથમ વખત સિઝન ક્રિકેટ સિલેકશન કેમ્પ યોજાયો

(મયુર રાવલ ,હળવદ)

હળવદ : તારીખ 17/૦9/24 ને મંગળવારના રોજ મોરબી જિલ્લા શાળાકીય રમોત્સવના ભાગરૂપે જિલ્લા કક્ષાના સિઝન ક્રિકેટ સિલેકશન કેમ્પનું આયોજન હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર, હળવદ, વાંકાનેર, ટંકારા તેમજ માળિયાના અંડર-14, અંડર-17, અંડર- 19ના 400થી વધુ વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.

આ સિલેકશનને સફળ બનાવવા મોરબી જિલ્લા રમત ગમત અધિકારી રવિભાઈ તથા સાંદિપની સ્કૂલ વતી હિતેનભાઈ ઠક્કર, હરપાલભાઈ પઢાર, દુષ્યંતભાઈ દંગી, ઋતુરાજસિંહ તથા અનિલભાઈ સોનગ્રાએ દરેક વ્યવસ્થાઓ પૂરી પાડી હતી. આ આયોજનમાં મોરબી જિલ્લાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સાંદિપની ઈંગ્લિશ સ્કૂલ ખાતે ક્રિકેટ નેટ્સ તથા ગ્રાઉન્ડ વ્યવસ્થાઓ બદલ રમતગમત અધિકારીએ પ્રયાસને આવકાર્યો હતો. સાંદિપની સ્કૂલ ખાતે દરરોજ સાંજે સીઝન ક્રિકેટનું કોચીગ આપવામાં આવે છે. જેથી ભવિષ્યમાં પણ આવા દરેક આયોજનને સફળ બનાવવા માટે સ્કૂલ મેનેજમેન્ટે આશા વ્યક્ત કરી હતી. ક્રિકેટ પ્લેયર્સનું સિલેક્સન જિલ્લા રમતગમત અધિકારી દ્વારા નિમણૂક કરેલા સિલેકટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દરેકનું સિલેક્સન કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments