
મોરબી : મોરબી શહેરના ત્રિકોણબાગ નજીક મુખ્ય પોસ્ટ ઓફિસની પાછળથી સંદીપ અંબાલાલ તુવેર રહે.નવલખી રોડ, યમુના નગર વાળાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. બીજા બનાવમાં મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ નજીકથી સિપાઈ વાસમાં રહેતા ફરિયાદી અમીન હારુનભાઈ બેલીમની માલિકીની રૂપિયા 3.50 લાખની કિંમતની સીએનજી રીક્ષા ચોરાઈ ગઈ છે. તેમજ મોરબી શહેરના ત્રિકોણબાગ નજીક મુખ્ય પોસ્ટ ઓફિસની પાછળથી ફરિયાદી સંદીપ અંબાલાલ તુવેર રહે.નવલખી રોડ, યમુના નગર વાળાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી જતા આ ત્રણેય બનાવની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.