Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં તલવાર વડે કેક કાપવી ભારે પડી, જીઆરડી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ...

મોરબીમાં તલવાર વડે કેક કાપવી ભારે પડી, જીઆરડી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો દાખલ

મોરબી : મોરબીમાં ત્રણેક દિવસ પહેલા જીઆરડી યુવાને પોતાના જન્મદિવસની ઉજવણીમાં શક્તિ પ્રદર્શન કરી તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થતા આ મામલે અંતે જીઆરડી યુવાન વિરુદ્ધ કલેકટરના જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હો દાખલ થયો છે.

મોરબી તાલુકાના ઉંચી માંડલ અને વાંકડા ગામની સીમમાં ચોકડી નજીક આરોપી હરેશ પોપટ સોલંકી નામના જીઆરડીમાં નોકરી કરતા શખ્સે કાયદો હાથમાં લઈ સ્કોર્પિયો કારના બોનેટ ઉપર કેક તેમજ અન્ય ફોટોગ્રાફ રાખી તલવાર વડે કેક કાપતો હોય તેવો વીડિયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કર્યા બાદ આ વીડિયો વાયરલ થતા જાહેરનામા ભંગ તેમજ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો મુજબ આ કૃત્ય આચરી લોકોમાં ભય ફેલાય તેવું કૃત્ય કરવા સબબ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments