મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર ડીવાઈન પાર્કમાં સત્ય – બી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઇ પાચોટીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા, વિશાલભાઇ અમરશીભાઇ ઘોડાસરા, નિલેશભાઇ પ્રભુભાઇ બારૈયા, ભાવીકભાઇ કારૂભાઇ વિરમગામા રહે. તમામ સત્યબી એપાર્ટમેન્ટ કંડલા બાયપાસ ડીવાઇન પાર્ક, મોરબીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના માતા સવિતાબેન પાર્કિંગમાંથી નીકળતા આરોપી વિશાલ ઘોડાસરાએ ચપલ હાથમાં લઈને નીકળો પાર્કિંગ ખરાબ થાય છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ચારેય આરોપીઓએ રાત્રે નરેન્દ્રભાઈને ફોન કરી એપાર્ટમેન્ટની છત ઉપર તેમના પત્ની અને માતાને લઈને આવવાનું કહી ઉપર બોલાવી બાદમાં ચારેય આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારવાની સાથે લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.








