Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 26 વર્ષથી વિનામૂલ્યે યોજાતા માં નવરાત્રિ મહોત્સવ

મોરબીમાં 26 વર્ષથી વિનામૂલ્યે યોજાતા માં નવરાત્રિ મહોત્સવ

કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર તમામ જ્ઞાતિના લોકોને રાસ-ગરબા રમવા માટે અપાતો પ્રવેશ

મોરબી : વર્ષ 1998થી યોજાતા આ મા નવરાત્રિ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 26 વર્ષથી યોજાતા મા નવરાત્રિ મહોત્સવમાં કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર તમામ જ્ઞાતિના લોકોને રાસ-ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવશે. ભાગ લેનાર ખેલૈયાઓમાંથી પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, જનરલ નોલેજ, વેશભુષા વગેરે કેટેગરીમાં દરરોજ 25 ઈનામો આપવામાં આવશે. સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે. બહેનો અને માતાઓને ગરબા રમવા માટે અલગ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ મા નવરાત્રિ મહોત્સવમાં પધારી રાસ-ગરબા થકી માતાજીની આરાધના કરવા સૌને જયરાજસિંહ એન. જાડેજા (એડ્વોકેટ) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments