Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNews૧૮ મી લોકસભા ભારત સરકારની પેટ્રોલીયમ અને ગેસ સમિતિમાં કચ્છ ના સાંસદ...

૧૮ મી લોકસભા ભારત સરકારની પેટ્રોલીયમ અને ગેસ સમિતિમાં કચ્છ ના સાંસદ વિનોદભાઇ ચાવડા ને સદસ્યતા

૧૮મી લોકસભા માં ભારત સરકારે ૨૪ સંસદીય સમિતિઓની રચના કરી છે. તેમાં પેટ્રોલીયમ અને નેચરલ ગેસમાં કચ્છ ના લોકસભા સાંસદ વિનોદભાઇ ચાવડા ને સમિતિ સભ્ય બનાવાયા છે.

લોકનાયક નરેન્દ્રમોદી સાહેબના ત્રીજા કાર્યકાળમાં વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે ૨૪ સંસદીય વિભાગીય સ્થાયી સમિતિઓ ની રચના કરવામાં આવેલ છે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ કમિટી માંથી સુનિલ દતાત્રય તટકરેજી ના અધ્યક્ષ સ્થાને સમિતિમાં કચ્છ મોરબી લોકસભા સાંસદ સભ્યશ્રી વિનોદભાઇ ચાવડા નો સમાવેશ થયેલ છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, પેટ્રોલીયમ અને નેચરલ ગેસ સમિતિમાં નિર્ધારિત નીતિઓ, માર્ગદર્શી સિધ્ધાંતો અનુસાર સલાહ સુચન અમલીકરણ માટેની સમિતિ છે જેમાં મને સહભાગી થવાથી તક સાંપડી છે તે મારૂ સદભાગ્ય અને કાર્ય કરવાના સંકલ્પ ને પ્રોત્સાહન પુરૂ પાડયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments