Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં અન્ય આરોપી સામે પણ ગુન્હો નોંધવા આવેદન

હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં અન્ય આરોપી સામે પણ ગુન્હો નોંધવા આવેદન

મુખ્ય આરોપીએ નિવેદનમાં નામ લખાવ્યું હોવા છતાં હજુ ધરપકડ નહિ ,તાકીદે કાર્યવાહી નહિ થાય તો આંદોલનની ચીમકી

હળવદ: હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાન નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં જણાવાયુ હતું કે ગત ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ એસ.ઓ.જી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમા કોઈ અજાણ્યા વ્યકિત દ્વારા ટેન્કરમાથી કેમીકલની ચોરી થતી હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલીકને જાણ કરી ફરીયાદ નોંધવામાં આવી હતી.જે બાદ તે સંદર્ભે લાગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમા હળવદના બે પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધાર ઉપર ધરપકડ કરવામાં આવી હતી. બાદ તેઓને કોર્ટમાથી જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન ગત તા. ૧૭/૦૯/૨૪ના રોજ આરોપી એવા હરેશભાઈનુ પોલીસ દ્વારા નીવેદન લેવામાં આવેલ હતુ અને તેના નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા તેઓની સાથે સંકળાયેલા છે અને તેઓ ચોરીની રકમની આપ લે કરેલ છે અને તેના તમામ પ્રકારના પુરાવા પણ આપેલ છે. તેમ છતા આજે 15 દિવસ કરતા પણ વધુ સમય વિત્યો હોય આરોપી તરીકે સક્રિય ભુમીકા ભજવેલ એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની ધરપકડ થયેલ નથી.જો આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે ગાંધી ચીંધ્યા માર્ગે આદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામા આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments