મોરબી : ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 જે મોરબી ની સૌથી પ્રાચીન ગરબીઓ માની એક ગરબી છે જેમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 260 દીકરીઓએ ભાગ લીધો છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખુબ સુંદર આયોજન કરવામા આવ્યું છે જેમાં પાચમાં નોરતે મહિષાસુર મર્દીની તેમજ અલગ અલગ સ્પેશિયલ રાસો રજૂ કરવામાં આવ્યા હતા. આજ રાત્રે અંગારા રાસ એવો એક સુંદર મજાનો રાસ તેમજ બીજા સુંદર રાસો આ ગરબી મંડળની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવશે તો મોરબી ધર્મપ્રેમી જનતા ને આ પ્રાચીન ગરબી નિહાળવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.











