Saturday, July 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની વિશી હાઇસ્કૂલમાં મશ્કરી કરવા બાબતે વિદ્યાર્થીઓ બાખડયા

મોરબીની વિશી હાઇસ્કૂલમાં મશ્કરી કરવા બાબતે વિદ્યાર્થીઓ બાખડયા

મોરબી: મોરબીની વિશી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વચ્ચે મશ્કરી કરવા બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે બે વિદ્યાર્થીઓને સારૂ નહી લાગતા અન્ય એક વિદ્યાર્થીને ઢીકાપાટુનો મારમાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબીના રફાળેશ્વર ગામે સોનલ સોસાયટીમાં રહેતા અશોકભાઇ જેસીંગભાઈ અઘારા (ઉ.વ.૪૨) એ આરોપી ધોરણ -૧૧મા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા પોતાની સાથે અભ્યાસ કરતા પોતાના મિત્ર સાથે મશ્કરી કરતા હોય જે બે વિદ્યાર્થીઓને સારુ ન લાગતા ફરીયાદિના દીકરાને ગાળો આપી ઢીકા મારી હાથમાં પહેરવાનુ કડુ કપાળના ભાગે માર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments