Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેરના કોટડાનાયાણી ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા અને સીપીઆઈ વી પી ગોલના માર્ગદર્શન વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી એસ આઈ એલ એ ભરગાની સુચનાથી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન કોટડાનાયાણી ગામની આંકડિયા તરીકે ઓળખાતી સીમમાં મહેબુબભાઈ ગગુભાઈ સમાની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા મહેબુબભાઈ ગગુભાઈ સમાં,સતાભાઈ કડવાભાઇ વરુ, ભુપતભાઈ શીવાભાઈ ઓળકિયા અને યુસુફભાઈ તમાચીભાઈ ઠેબાને રોકડ રકમ રૂ.૨૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ એલ એ ભરગા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હરીચંદ્રસિંહ ઝાલા,સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર અને અજયસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments