મોરબી: હળવદમાં આવેલી અલગ અલગ ફેકટરીઓમાં ચડ્ડી બનીયાન ગેંગ ત્રાટકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ચડ્ડી બનીયાન ટોળકીએ ગતરાત્રે હળવદના છ જેટલા કારખાનાને નિશાન બનાવ્યા હોવાની માહિતી મળી છે. ગત રાત્રીના સમય દરમિયાન હળવદમાં આવેલ એન્ટાલિયા સિડસ, બેસ્ટ એગ્રો ફૂડ, શિવ શક્તિ ઓઈલ મીલ, જલારામ પ્રોટીન, હુંડાઈ શોરૂમ,ગંગોત્રી ઓઇલ મીલમાં ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા નાની મોટી વસ્તુઓની ચોરી કરવામાં આવી છે. હળવદના 6 જેટલા કારખાનામાં ચોરીનો બનાવ બન્યો છે અને ચોરી કરનાર ગેંગના સીસીટીવી વિડિઓ આવ્યા સામે આવ્યો છે. આ અંગે હળવદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.










