Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાના 30 ગામોમાં 100 ટકા વેરા વસુલાત, જાણો તમામ તાલુકાની વિગતો

મોરબી જિલ્લાના 30 ગામોમાં 100 ટકા વેરા વસુલાત, જાણો તમામ તાલુકાની વિગતો

ગ્રામ પંચાયતની વસુલાત મામલે મોરબી જિલ્લો રાજયમાં પ્રથમ

મોરબી : મોરબી જિલ્લાના 5 તાલુકાની કુલ 363 ગ્રામ પંચાયતનું કુલ માંગણું 23.57 કરોડનું હતું. જાન્યુઆરી-24 ના અંતમાં 37 ટકા વસુલાત કરવામાં આવી હતી. જે ઘણી ઓછી વસુલાત હોવાના કારણે વધુ વસુલાત થાય તે માટે ટીમની રચના કરવામાં આવી હતી. જેના કારણે માર્ચ-24 ના અંતમાં કુલ 12.64 કરોડની વસુલ કરવામાં આવ્યા હતા. જેની ટકાવારી 53.64 ટકા થાય છે. ગ્રામ પંચાયતની વસુલાત મામલે મોરબી જિલ્લો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે.

વધુ માહિતી મુજબ, હળવદ તાલુકામાં 100 ટકા વસુલાત વાળા ગામો 13, મોરબીમાં 8, વાંકાનેરમાં 4, ટંકારામાં 4, માળિયામાં 1 મળી કુલ-30 ગ્રામ પંચાયતોમાં 100 ટકા વસુલાત થઈ ગઈ છે. તેમજ 80 ટકાથી વધુ વસુલાત વાળા ગામોમાં હળવદમાં 37, મોરબીમાં 22, માળિયામાં 5, ટંકારમાં 7, વાંકાનેરમાં 18 મળી કુલ ગામો 89 તેમજ 50 ટકાથી વધુ વસુલાત વાળા ગામોમાં હળવદમાં 27, માળિયામાં 35, મોરબીમાં 68, ટંકારામાં 28, વાંકાનેરમાં 52 કુલ મળી 210 ગામોનો સમાવેશ થાય છે. 80 ટકા વસુલાત કારણે ગ્રામ પંચાયતોને કુલ 1.23 કરોડની ગ્રાન્ટ મળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments