Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયાના મોટા દહીંસરામા અહીં આવવું નહિ કહી બે વ્યક્તિ ઉપર હુમલો

માળીયાના મોટા દહીંસરામા અહીં આવવું નહિ કહી બે વ્યક્તિ ઉપર હુમલો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના રેલવે ફાટક પાસે કૂતરાને રોટલા નાખવા ગયેલા આધેડ તેમજ અન્ય એક વ્યક્તિને ચાર શખ્સોએ અહીં આવવું નહિ કહી લાકડાના ધોકા વડે હુમલો કર્યાની માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના જાગનાથ મંદિર પાસે રહેતા પ્રવીણભાઈ ઉર્ફે મુન્નાભાઈ બચુભાઇ જોશી ઉ.વ.50 નામના આધેડ ગત તા.22ના રોજ મોટા દહીંસરા ગામના રેલવે ફાટકે કૂતરાને રોટલા નાખવા ગયા ત્યારે માળીયા મિયાણા ગામે રહેતા ફારૂક દિલાવરભાઈ અને અન્ય ત્રણ બીજા શખ્સોએ અહીં શુ કરશ ? અહીં આવવું નહિ કહી તેમ કહી લાકડાના ધોકા વડે પ્રવિણભાઇને તેમજ સાહેદ મેરાભાઈને માર માર્યો હતો. આ બનાવ અંગે પ્રવિણભાઇએ ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા માળીયા મિયાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments