Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર રોડ ઉપર વૃદ્ધને ગેલેરીની બારીમાં છાપરું લગાવવા બાબતે ઢીકાપાટુનો મારી...

મોરબીના રવાપર રોડ ઉપર વૃદ્ધને ગેલેરીની બારીમાં છાપરું લગાવવા બાબતે ઢીકાપાટુનો મારી માર્યો

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગરમાં પોતાના મકાનની ગેલેરીમાં બારીમાંથી કોઈપણ વ્યક્તિ આવી જાય તેમ હોવાથી વૃદ્ધ સલામતી માટે બારીમાં છાપરું લગાવી રહ્યા હતા ત્યારે પિતાપુત્રએ ગાળાગાળી કરી ઢીકા પાટુ મારી વૃદ્ધને ઇજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં ગાયત્રીચોક પાછળ રહેતા ફરિયાદી રણછોડભાઈ વનજીભાઈ કાચરોલાએ આરોપી હંસરાજ કાવર તેમજ જીગ્નેશ હંસરાજ કાવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ગેલેરીમાં આવેલ બારીમાંથી કોઈપણ આવી જઈ શકે તેમ હોવાથી દીવાલમાં એન્ગલ લગાવી છાપરું કરતા હતા ત્યારે આરોપીઓએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments