Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા (મી.) તાલુકા પંચાયતના બિલ્ડીંગનું લોકાર્પણ

માળિયા (મી.) તાલુકા પંચાયતના બિલ્ડીંગનું લોકાર્પણ

રૂ.3.22 કરોડના ખર્ચે તૈયાર થયેલું બિલ્ડીંગ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખુલ્લું મુકાયું

માળીયા મીયાણા તાલુકા પંચાયતનું નવા બિલ્ડીંગ રૂ.3.22 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. જેનું લોકાર્પણ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધીના હસ્તે કરવામાં આવ્યું છે.
આ વેળાએ જિલ્લા પંચાયત મોરબીના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, તાલુકા પંચાયત માળીયા મીયાણાના પ્રમુખ સુશીલાબેન અશોકભાઈ બાવરવા, ઉપપ્રમુખ સીતાબેન ચંદુભાઈ લાવડીયા અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રતનબેન પરમાર, તમામ તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોરબી જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને માળિયા તાલુકા સંગઠન પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી મનીષભાઈ કાંજિયા, અરજણભાઈ હુંબલ, યુવરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઈ દેસાઇ, જિલ્લા પંચાયત મોરબી 9- ખાખરેચી સીટના મહેશભાઈ પારજીયા, તાલુકા પંચાયત માળિયા 6 -ખાખરેચી સીટના અશોકભાઈ કૈલા, માજી ઉપપ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના સભ્ય સવજીભાઈ કારોલીયા, પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના તાલુકા પંચાયતના સભ્ય નિર્મલસિંહ જાડેજા, પ્રવીણભાઈ અવાડીયા,.તાલુકા પંચાયતના તમામ સભ્યો, પૂર્વ પ્રમુખ બાબુભાઈ હુંબલ, પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડી. ડી .જાડેજા , પૂર્વ કારોબારી ચેરમેન રતિલાલ ભાડજા , તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે અજયભાઈ ગરીયા, તાલુકા વિકાસ અધિકારી એચ વી રાંકજા , પીએમ સાવલિયા, કે ડી અગ્રાવત ,જે એસ નીનામા, નાયબ હિસાબનીશ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાદવભાઈ, પાર્થ પટેલ, રવિ સરડવા, મિલન ચીખલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments