મહિલાને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢી સારવાર અર્થે 108 દ્વારા હોસ્પીટલ લઈ જવામાં આવ્યા
મોરબી : મોરબીમાં એક ત્રાહિત વ્યક્તિનો કોલ આવેલ હતો. જેમાં ત્રાહિત વ્યક્તિએ જણાવેલ એક બહેન સવારના મચ્છુ નદીની વચોવચ બેઠેલા છે. જેથી બહેનની મદદ માટે 181 પર કોલ કરીને મદદ માગી હતી.
ત્રાહિત વ્યક્તીનો કોલ આવતાની સાથે 181 ટીમ, કાઉન્સિલર બીના ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન , પાયલોટ જીગરભાઈ, બહેનની મદદ માટે રવાના થયા હતા. જેમાં સ્થળ પર પહોંચી ત્રાહિત વ્યક્તિ સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે, બહેન સવારના મચ્છુ નદી ની વચ્ચે બેઠા છે. જેમાં આવવા જવાનો રસ્તો નથી બહેન પાસે જવા માટે પાણીની અંદરથી જવું પડશે. ત્યારબાદ આસપાસ લોકો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે આ બહેન કાલે પણ અહીંયા જ હતા, જેથી 181 ટીમ એ કઈ બાજુથી બહેનની મદદે પહોંચી શકાય એ માટે રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો હતો. બહેનની મદદ માટે મોરબી ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર જાણ કરવામાં આવી.
જેમાં ઇલેક્ટ્રિક સ્મશાન પાસેથી બહેન સરખા જોવા મળતા હોવાથી ત્યાં જઈ અને બહેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. બહેને ઈશારો તેમના પગ સામે જેથી જાણવા મળેલ બહેન સરખા ચાલી સકે તેમ નથી. જેમાં બહેનની મદદ માટે રસ્તો મળેલો હોવાથી 181 ટીમ તથા ફાયર બ્રિગેડ ટીમ બહેનની મદદ માટે ઘૂંટણ સુધી પાણીમાં મોડી સાંજે અંધારામા બહેન પાસે પહોંચી ને બહેનનું કાઉન્સિલગ કરી તેમની સમસ્યા જાણવા નો પ્રયત્ન હતો. આ દરમ્યાન મહિલા બે દિવસથી અહીં બેઠા હોય અને તેમની ઉંમર અંદાજિત 55 વર્ષ જણાવી હતી. તેમણે બે દિવસથી કઈ ખાધું પીધું નથી, તેઓ બે દિવસ થયા નદીની વચ્ચે બેઠા છે. ખાધા પીધા વગર શારીરિક અને માનસિક અસ્વસ્થ જણાતા ફાયર બ્રિગેડ ટીમની મદદથી બહેનને સ્ટ્રેચરમા સુવડાવી પાણીમાંથી સુરક્ષિત રીતે સામે કાઠે લઈ જઈ તેમને સારવાર મળી રહે તે માટે માટે 108 ઇમરજન્સી સારવાર પર કોલ કરી દીકરાનો સંપર્ક કરી જાણ કરી હતી.









